Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચનાત્મક
ભાગ:૯

પપ્પાને લઈ તેણી ઘરે આવી ત્યારે આઠ વાગી ગયા હતા.જોયું તો મમ્મીએ રસોઈ થોડી ઘણી બનાવી હતી ,તેણીએ મદદ કરવા લાગી.તેને પણ એકલા પડવું હતું .જલ્દી જલ્દી પરવારી તે ઉપર ચઢી પથારી કરી સૂવા પડી.કેટલા વરસથી પપ્પા ત્યાગ કરી જીવી રહ્યા છે.કાલે તેઓ શુ નિર્ણય લેશે.પણ એ પહેલા એણે નિર્ણય પર આવવું જરૂરી છે.અત્યારે તેને મૃદા યાદ આવી,એ પાસે હોતતો જરૂર તે સાચી સલાહ આપત.આંખ મીંચતા શોભન ની છબી ઉભી થઈ,નમ્ર ને સાલસ યુવક છે.સારો મિત્ર બની શકે.
તે ક્યારે વિચારતા વિચારતા સૂઈ ગઈ ખબર જ ન પડી,આંખ ખૂલી ત્યારે પપ્પા તૈયાર થઈ પૂજાપાઠ કરવા બેઠા હતા.મમ્મીનો ચહેરો ઉજાગરાની ચાડી ખાતો હતો.ચોમાસાના ભેજ છાઈ ગયેલી ભીંતો જાણે ભીની હોય તેમ ...બધાના હૃદયની દીવાલો ભીની હતી.પપ્પાનો તેજ ભર્યો ચહેરો તેમના નિર્ણયને કહી દેતો હતો.એટલામા બહાર ગાડી આવી ઉભી રહી ને તેમાંથી વાસુકાકા,કેશુકાકા ન કાકી ઉતર્યા ને ઘરમાં પ્રવેશ્યા.પપ્પાએ એક હાસ્ય કર્યુ ને બધાને બેસવાનું કહી ..પૂજા પૂરી કરવામાં ધ્યાન પરોવ્યું .પૂજા પૂરી થતા તેઓ શીખાને ઇશારો કરી તેમની પાસે બોલાવી અને વાસુને નજીક બોલાવી ચાર શબ્દ કહ્યા તારી અનામત લઈ જા. હા એટલું માનજે ગંગા જેટલી પવિત્ર છે...તારી દીકરીને પણ સાથે લઈ જજે શીખા.
દીકરી એટલે હુ ષોડશી...મને તો કોઈ પૂછો..મનોમન હુ ચિલ્લાઈ ઉઠી.મર્યાદા ન તોડતા ષોડશીએ બે હાથ જોડી વિનંતી કરી હુ માવળમાં જ રહેવા માંગુ છુ નિર્ણય તમારે લેવાનો કે જયા કહેશો ત્યા તે ઘરે રહી લઈશ પણ મારે ભણતર અહીંજ પુરૂ કરવું છે.શીખા તો મૂંગી જ થઈ ગઈ .મનની ઉથલપાથલ વ્યક્ત ન કરી સકી.તેને મન ષોડશી તો તેનું જીવન શ્વાસ પ્રાણ હતી.તેને તો કોઈ ખુલાસો પણ ન કરવા મળ્યો.દીકરીનું મન પણ ન જાણવા મળ્યું . શુ વિચારે છે કે મત ધરાવે છે તે પણ નહિ...શીખાની હાલત વૃક્ષ પરથી તૂટી નીચે પડેલા પાંદડા જેવી થઈ હવે તો તે એકે વૃક્ષ પર નહી જડી શકાય...!

Gujarati Story by Jayshree Patel : 111246074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now