આ દુનિયાદારીનું વલણ
મને ના સમજાય એનુંય સુખ છે
મને ના સમજાય એનુંય દુઃખ છે
હું નજર ફેરવું તો પહોચું અચરજના ઘરમાં
એક ચહેરા પર હજારો મુખ છે
પછી પ્રશ્ન ઊઠે છે મનમાં
કે શું મનુજનેય મળીયું વિશ્વ રૂપ છે?
હું ફરી પાછો વળુ છું મારા સદનમાં
નથી ઓળખાતું કે પરખાતું સાચુ કયું મુખ છે?
રણમાં ભળી ભીનાશ કે ભીનાશમાં રણ?
પગલા દેખું ન જોવાય કયાં કયુ મુખ છે?
મરણને જીવન લઇ જતાં હર કો'એ જોયું
ના સમજાયું કઇ દિશામાં એનું મુખ છે?
હું રહું ચાહે રેતમાં
......યા.....
હુ રહું ચાહે ખેતમાં
સરખાં જ છે
મારા મને
તારા વગર!
મને મારા સનણની તલાશ છે
લોન લીધેલ આ જીવનના શ્વાસ છે
.મીરાં બનીને ભટકુ છું હું ભવરણ
મને તો મારા ગિરધરની તલાશ છે
મુકત હાસ્ય કયાંથી હોય વદન પર?
વાતાવરણમાં બધે આંસુની છાટ છે
મંઝિલ નહિ એને ઠોકર કહી શકું
.. ડગલે ને પગલે પથરાયેલો વિનાશ છે
પકડી શકીશ. ના દોડું ઘણું છતાં
....વાસ્તવમાં એ મિલન નથી કેવળ એ ભાસ છે
......રમ્ય રંગોળી જોઇને હરખો ન દોસ્રં
મારી વેદનાએ પાડેલા એ ઉડા ચાસ છે.