Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચનાત્મક
ભાગ :૮

વિચારો ને પ્રશ્નો નો કોઈ અંત નહોતો.તેણે પપ્પા માટે ખૂબ જ માન વધી ગયું .જિંદગી ની એક એક પળ તેમણે ત્યાગ કરી જ વિતાવી હતી,પોતાની માતાના વચનને તોડ્યું નહિ,મિત્ર ની પ્રિયતમાને કલંકમાંથી બચાવી ને અનાથ થતી દીકરીને બાપનું નામ આપ્યું .કેશરી આકાશ જેટલા વિશાળ હૃદયી પપ્પા એટલે માવળા ગામના મોટા વ્યાપારી ને સજ્જન વ્યક્તિ .એક પણ વ્યક્તિ આંગળીના ચીંધી શકે તેવું ચારિત્ર્ય.
તેણીએ પ્રશ્ન કર્યો ,”પપ્પા વાસુકાકા ને કોણે બોલાવ્યા ને કેમ..? “વાસુકાકાની હયાતીની મને ખબર પડી તો મે અને કેશુએ તેને ફોન કર્યો હતો.તેની સાથે વાત કરી મને મનમાં શાતાવળી ,મને એવું લાગ્યું કે હવે મારે તેની અમાનત પાછી વાળવી જોઈએ.તારી મમ્મી સાથે મે ચર્ચા કરી તો એનું માનવું હતું કે તુ શુ વિચારશે? ત્યારે એને મે ખાત્રી આપી હતી કે હુ તને સમજાવી સકીશ. દીકરી વરસોની પ્રેમની વ્યથા દબાવી તારી મમ્મી વાસુને જોવા આતુર હતી.હા,થોડી ક્ષણો હુ મારી એકલતા માટે સ્વાર્થી થયો,તેમાં પણ તને ગુમાવી દઈશ એ ડર પણ લાગ્યો.તે દરમ્યાન તારી ઉદાસીનતા મને સ્પર્શી ગઈ.નક્કી કર્યુ બધી ચોખવટ પછી નિર્ણય તારી પર છોડી દઈશ.
વાસુના ગામમાં આવ્યાની ખબર ગામમાં કોઈને ન આપી ,તે મારા પહેલા જ ઘરે પહોંચી ગયો ને બન્ને ને જોઈ તુ પાછી વળી તે મેં પણ જોયું .તારી પાછળ આવ્યો તને સમજાવવા પણ તારા અંતરના વલોપાતને તુ બહાર કાઢી નાંખે એ મને વધુ યોગ્ય લાગ્યું .મૃદા સાથે તુ હળવી થઈ ગઈ તે જોઈ હુ પાછો વળ્યો ને મોકાની રાહ જોતો રહ્યો.આજે બે દિવસ પછી થયું કે તુ મળે તો સારૂ.હું જાણતો હતો તુ મંદિર મા મળવા રાજી થશે જ તને બહુ ગમે છેને દીકરા..જગ્યા.નાનપણમા મને પણ ખૂબ ગમતી..દૂર દૂર વહેતી નદી ને ,ઝાડ નીચે ચણ ચણવા આવતા પારેવડા નું ગૂઁટર ઘૂઁ..ઝાડપર માળામાં પાછા ફરતા પક્ષીઓ મારો થાક ઉતારી દેતા.આજે પણ મને એટલું જ ગમે છે આ સ્થળ અહીં હુ હલકો ફૂલ થઈ જાઉં છુ.ષોડશીને લાગ્યું કે પપ્પાના બોલવામા થાક વર્તાય છે.તેણે પપ્પાને ખભે હાથ મૂકી આંખો થીજ ચૂપ કર્યા.થોડીવાર તેમના હાથને પંપાળતી રહી ને પછી અંતિમ પ્રશ્ન કર્યો,”પપ્પા હવે તમે શુ કરવા માંગો છો?”

Gujarati Story by Jayshree Patel : 111245152
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now