અનોખો
લાખો તારાઓ મધ્યે ચમકે ચંદરવો એકલો
વિશાળ ગગનમાં રહે સુર્ય એકલો અટૂલો
કરોડો માનવો આં ધરતી ઉપર વસે;
અનેક માં, તું એકલો અનેરો વસે.
યાદ રહે, તું એક માત્ર જ તારા જેવો છે;
બીજો કોઈ નથી તારા જેવો અનોખો.
માટે, બીજા જેવો થવાની કોશિશ કરતો નહિ
એ હરકત કે કોશિશ, નથી તારા માટે સહી.
તુને માલિકે બનાવ્યો છે એક માત્ર અનોખો.
તારી ખૂબીઓ ખોજ, એમને ચમકાવ રોજ રોજ
આં પામવા મેહનત કરવી પડશે તને ઘણી
પછી પોતેજ જોજે ચમકશે તું હીરો, ચંદ્ર, કે સુર્ય બની.
Armin Dutia Motashaw