જે નાનપણથી હતી સાથે
જે યુવાની માં પણ હતી સાથે
એ જતી રહી આજે ,
રહી નહિ મારી સાથે.
એ હોવી જોઈતી હતી એવું લાગે છે,
એના વગર અંદર ખાલીપો લાગે છે.
એની ગેરહાજરી મારા દુઃખ નું કારણ છે,
એના વગર જ જીવીશ, એજ તારણ છે.
હશે તમને કે કોણ હતી આ ?
એતો મારી 'ડાહપણ દાઢ' હતી
-નિલેશ