(ભાગ :૭)
(આગળ)
પપ્પા તો વાસુકાકા ક્યાં હતા આટલા દિવસ ને વરસો હું પંદર વરસની થઈ ...! પપ્પાએ જ્યારે વાસુકાકાની વાત કરી તો એ કંપકંપી ગઈ.વાસુ જ્યારે ટેકરા પરથી ખાડીમાં ગબડી પડ્યો એ નીચે વહેતી નદીમાં પડ્યો.બેભાન અવસ્થામાં તે તણાતો જ ગયો ને તેના એકપગને જળચર પ્રાણીઓ રીતસર ખાઈ જ ગયા હતા. જ્યારે કિનારે પહોંચ્યો તો માછીમારો તેને બચાવી હોસ્પિટલ લઈ ગયા હતા.ન પૈસા ન કોઈ સ્મરણ શક્તિ તેની હાલત એવી બદ્તર હતી કે ન તે ગામમાં સંદેશો મોકલી શક્યો ન શીખાને યાદ કરી શક્યો. હોસ્પિટલના એક ઘરડાં વોર્ડબોય નરૂચાચા જે મુસ્લિમ હતા તેમણે પાંચ વરસ મહેનત કરી વાસુને નવો જન્મ આપ્યો.જ્યારે તેને ભાન થયું કે તે પાંચ વરસથી આ અવસ્થામાં જ જીવી રહ્યો છે. તેણે બધી આશા છોડી દીધી.પણ હવે ખાવા પીવા નું ક્યા સુધી નરૂચાચા પર?તેથી તે એક ગામ થી બીજે ગામ કામ ધંધો કરવા લાગ્યો પણ પોતાને ગામ આવતા તેનો પગ ઉપડતો નહિ.એક પગે તે અપંગ પણ થઈ ગયો હતો.
દિવસ રાત એને બધા યાદ આવ્યા કરતા..ધણીવાર એને પણ થતું કે પરણી જાઉં પણ તે અટકી જતો.
એકવાર તે કેશુને ગોધરાના રેલ્વે સ્ટેશન પર જ મળી ગયો ને જ્યારે એણે ઓળખ્યો ત્યારે ગામ ની શીખાની વાત કરી ને મારી ને તારા જન્મની વાત કરી.વાસુ ગળગળો થઈ ગયો પણ તેણે કેશુને વચન થી બાંધી દીધો કે તેના જીવંત હોવાનું તે કોઈને નહિ કહે.ત્યારે તુ આઠ વરસની હતી. હુ ને શીખા આ વાતથી અજાણ હતા ,પણ કેશુ ત્યારથી જ આપણે ત્યાં આવવાનું ટાળવા લાગ્યો હતો.તારી ભેટસોગાદો મોકલવાનું ક્યારેય ન ચૂકતો.
સાંજનો સૂરજ ઢળવા આવ્યો હતો,આકાશ કેસરી કિરણો થી જાણે ભૂરા માંથી કેસરિયું થઈ ગયું હતું . ષોડશી ને લાગ્યું કે જાણે કેટલાય યુદ્ધ પછી વિરામ છવાયો હોય.તે પોતાના મન સાથે સંધર્ષ મા પડી ગઈ કે કોણ મહાન પપ્પા કે મમ્મી કે વાસુકાકા??
કોને તે અપનાવે પણ હજુ તો ઘણું જાણવાનું હતું કે શા માટે વાસુકાકા પંદર વરસ પછી ગામમાં પાછા આવ્યા..?શું કોઈએ એટલે કે મમ્મી કે પપ્પાએ બોલાવ્યા..?
(ક્રમશ:)