દારુ એ પોતાની બદબાદી..દારુ એ શરીરની બરબાદી..ને દારુ એ પરિવારની બરબાદી...નહી સમજયા?
દારુ પીવો એ એક સરકારી ગુનો છે
ચાલો એ તો સમજયા પણ દારુ પીવાથી સૈથી વધુ નુકશાની તો તેના પરિવાર ઉપર પડતી હોયછે કારણકે ઘરમાં કોઇ ખાધાખોરાકીથી વધુ આવક ના હોય..ફાટકા કપડા પહેરીને પણ જીવન જીવી શકાયછે..રહેવાનો ઓટલો ના હોય તો ગમે તે જગયાએ રાતવાસો કરવા લાંબા થઇ શકાયછે પણ જયારે ઘરમાં દારુ પીવાના દશ રુપીયા ના હોય તો ધમાલ મચી જાયછે..બૈરી હોય તો પુરુ પેટ ભરીને નહી તો અડધુ પેટ પણ જમાડેછે ને રડતા છોકરાંની પેટની આંતરડી ભુખથી ભગાડેછે પછી તે દારુ પીવા માટે બીજા પૈસા કયાંથી લાવે! દરેક સ્ત્રીને પોતાનો પતિ જો દારુ પીવે તે ગમતુ નથી..કારણ કે પહેલા તે પોતાની જાતને બરબાદ તો કરતો જ હોયછે પણ તેને દારુ પીતો જોઇને તેના નાના બાળકોને પણ ભવિષ્યમાં પીવાની લત લાગતી જ હોયછે..કહેવાનો મતલબ એક તો તેની જીદગીમાં બરબાદ તો થતો જ હોયછે પણ પાછળ તેના બાળકોની જીદગી પણ તે જોઇને બગડતી હોયછે...છેવટે પછી આ બધુ રોજીદુ જોઇને તેની પત્ની પણ ઘરમાં કંટાળી જાયછે..ના સાસરે સુખ કે ના પિયરમાં પણ સુખ! જાય તો બીજે કયાં જાય! કયો ભાઇ તેના રાખશે! કારણકે તેને પણ તેનો એક પરિવાર હોયછે..તેના પરિવારમાં પણ તેને અનેક સમસ્યા હોયછે તો તે પોતાની ચિન્તા કરે કે તેના બહેનની કરે!આજે બે ફેમીલીની ચિન્તા કયો ભાયડો આજના જમાનામાં કરી શકેછે! કોઇ જ નહી..માટે આજે દરેકને નાના મોટા પ્રશ્રો હોય શકેછે...દરેક વ્યકતિ આજે કોઇ પણ ચિન્તામાં ઘેરાયેલો હોયછે..
સાસરીના દરેક માણસો આમ જાનતા હોયછે કે જમાઇ દારુ પીવેછે ને પીને છોકરીને માર મારતા હોયછે..પરંતુ કયારેક તેઓ ઘણીવાર લાચાર પણ હોયછે કારણકે તેઓ જ કયારેક પોતાના સગા દિકરાઓના ઘરમાં લાચરી જીદગી વિતાવતા હોયછે...એક પરિવારમાં આવી જ એક ઘટના બનેલી છે..બે છોકરાંના પરિવારમાં તેઓના બાપને રોજ દારુ પીવાની ટેવ હતી..જયારે તે દારુ પીવે તો જ તેને રાતે સારી ઉંઘ આવે..એક દિવસ તેને જરાય સરખુ કામ ના મળયુ માટે તેની પાસે રાતે દારુ પીવાના પૈસા ના હતા તો તેને તેની બૈરી પાસે રુપીયા વીસ માંગ્યા..આ બાજુ બૈરી પાસે ખાવા બનાવવાના પૈસા પણ પુરતા ના હતા માટે તેને તેના પતિને દારુ પીવાના પૈસા ના આપ્યા પછી ધમાલ..ગાળાગાળી..મારામારી... ને પછી ખૂન..જી હા બૈરીએ નજીકમાં પડેલુ કોઇ લોખંડી હથિયારથી પતિના માથામાં જોરદાર ઘા ઝીકવા માંળ્યા ના વિચાર્યુ એક પતિ ના વિચાર્યુ એક ગુનો
થઇ ગઇ ઘરમાં એક હત્યા..બે નાના બાળકો આ બધુ જોઇ રહ્યા હતા પણ શું કરે! તેઓ પણ લાચાર હતા ને તેઓ પણ આ બધુ રોજ જોઇ જોઇને કંટાળી ગયા હતાં..કહેવાયછે ને કે છોકરો મા નો હોયછે માટે તેઓ તેમની મા તરફ હતા બાપના વ્હારે જરાપણ ના આવ્યા કે ના કંઇ બોલ્યા! આમ દારુથી હસતુ રમતુ એક ઘર બદબાદ થઇ ગયું કારણકે છોકરાં બાપ વગરના થઇ ગયા ને ઘરમાં કંઇક ને કંઇક એક કમાનાર વ્યકતિ ચાલી ગઇ..માટે દારુ છોડો ને એક શાન્તિની જીદગી જીવો.