Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચનાત્મક
ભાગ :૬
પપ્પા પાસેથી જાણવાની મહેચ્છાએ જ્યારે પૂરી થવાને આરે હતી ત્યારે તેણીની મુઝવણને દૂર કરવા પપ્પા પણ વાતની શરૂઆત કરવા આતુર હતા,તેથી બન્ને બાપ-દીકરી મંદિરના પાછળના ભાગમાં। વડલા નીચે બેસી ગયા.પપ્પા એ શરૂઆત કરી કહ્યું ,”બેટા હુ અને તારી મમ્મી ને વાસુ ત્રણે એક શાળામાંથી ભણીને
કોલેજ માં પ્રવેશ મેળવી આગળ વધ્યા .કેશુ એક વરસ આગળ હતો પણ અમારા ત્રણેની દોસ્તી આખા ગામમાં ચર્ચાનો વિષય હતી.વાસુ ને તારી મમ્મી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે કોલેજનો વાર્ષિક કાર્યક્રમ બધે જ બન્ને સાથેને સાથે,હવે તો એમનો સંબધ પણ લોકો માટે ચર્ચાનો વિષય હતો.
કોલેજના અંતિમ દિવસો હતા. બધા પોતપોતની રીતે પરીક્ષાની તૈયારીમાં હતા.હુ જાણતો હતો ભણીને પણ મારે તો પિતાજીના ધંધે જ બેસવાનું હતું . તારી મમ્મી ના અમે બધા દિવાના હતા.હતી જ તે સાદી પણ સુંદર બધી રીતે હોશિયાર ને ચંચળ.મારા બાને તો તે બહુ જ પસંદ હતી.નાત હમારી એક હતી.તેથી બા ઉતાવળ કરતી પણ હુ તેના અને વાસુના સંબધ વિશે બધુ જાણતો.તે જમાનામાં પ્રેમ મોઘમ અને મર્યાદામય
હતો.વાસુ ને કેશુ ના સંસ્કારમાં પણ કોઈ ખોટ નહોતી.
બન્ને સંસ્કારી કુટુંબના દીકરા હતા.કેશુએ અહીંજ બેન્ક મા નોકરી મેળવી ને એક પછી એક પરીક્ષાઓ આપતો ગયો ને બેન્ક મેનેજર બની ગયો. વાસુ આમેય દેશભક્ત કોલેજમાં હતો ત્યારે પણ અમને લાગતું તે ક્યા નેતા બનશે ક્યા તે શૈન્યમાં ભરતી થશે.
વાસુ હવે શૈન્ય ની ભરતી મા જોડાવા તૈયાર હતો,પણ તેના ઘરના ને શીખા તેને તેમ કરવા રોકી રહ્યા હતા.અચાનક એક દિવસ વાસુએ ધડાકો કર્યો ને તે બીજે દિવસે તે આર્મીટ્રેનીંગ માટે જાય છે એમ કહી
ઉભો રહ્યો.અમે બધા અવાચક રહી ગયા.સાંજે બધા આજ મંદિરમાં ભેગા થયા.કાંઈ જ બોલી ન શક્યા મોડે સુધી બેઠા,પછી શીખા અને વાસુ થોડો સમય સાથે વીતાવી સકે તેથી અમે બધા જ વિખરાયા.એ રાતે શીખા ને વાસુ ક્યાંય સુધી અહીં જ બેસી રહ્યા.બન્ને જણે કલાકો મૌન ને પછી શીખાએ પોતાની જાત વાસુને સોંપી દીધી.એ એક ભૂલ તારી મમ્મીથી પ્રેમમાં થઈ ગઈ.બન્નેનો અગાઢ પ્રેમ એમ કરતા રોકી મ શક્યો.
કેશુ જાણતો હતો કે વાસુ જીદ્દી છે તે જશેજ તેથી તેણે શાખાના ભવિષ્યનું શુ વિચાર્યું છે ?એ પ્રશ્ન કરી એને રોકવાનો પ્રયત્ન કર્યો,ત્યારે વાસુએ ભાઈને આસ્વત કર્યો કે ,”તે ટ્રેનિંગ પૂરી કરી જરૂર તરત જ શીખા સાથે લગ્ન કરી લેશે.”એમ કહી અમને મિત્રો ને શીખા સોંપી ચાલ્યો ગયો.તેની ટ્રેનિંગ છ મહિનાની ને પછી પરીક્ષા છ મહિનાની એમ કરી વરસનો ગાળો હતો.e
અમે બધા હવે ધીરે ધીરે પોતપોતાના કામમાં મશગૂલ રહેવા લાગ્યા.એક મહિના બાદ અચાનક જ
મારા પિતાજીનું મૃત્યુ થયું ને ધંધાનો ભાર શીખાઉં તારા
પપ્પા પર આવી પડ્યો.બા મારા એકલા પડ્યા.એક મહિનો ને સાત આઠ દિવસ વિત્યા હશે ને ત્યા કેશુ હાંફળો ફાંફળો આવ્યો .એણે જે સમાચાર આપ્યા તેથી હુ તો હુ પણ આખું માવળ ગામ શોકમય થઈ ગયું .વાસુ ટ્રેનિંગ વખતેજ ટેકરા પરથી નીચે પડ્યોને
ખાડીમાં પડી ગયો ને તેની લાશ પણ બે દિવસથી શોધ્યા છતા ન મળી.આજે આર્મી ના ક્વાટરમાંથી ફોન આવ્યો છે,તેઓ તેનો સામાન આપી જવાના છે..કહી કેશુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.હું એની સાથે ઘરે ગયો.શીખા તો પડી જ ભાગી હતી...કેવું આકરૂ સત્ય તેણે સહન કરવાનું હતું .ગામમાં સોંપો પડી ગયો હતો

Gujarati Story by Jayshree Patel : 111243274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now