Gujarati Quote in Microfiction by Parmar Bhavesh

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ જેવું મશીન કે મશીન જેવું માણસ..!


સવારે બધાની પહેલાં ઉઠે..! ઘણી વાર સૂર્ય ની પહેલાં..!
એ ઉઠે એની સાથે જાણે એક મશીન પણ ઉઠે..!
તરત જોડાઈ જાય કામ માં..!
ફળિયું વાળતાં વાળતાં બ્રશ કરે..!
એલાર્મ ના અવાજે ઉઠતી એ બધાની એલાર્મ બની વારે વારે ટહૂકા કરે.
આખા ઘર માટે પ્રાર્થનાઓ કરે.
બા ની ચા, બાપુ ની કોફી, છોકરાંવ ના દૂધ બધું કરે..!
એનું ટિફિન તો ઉભું ને ઉભું..!

બધા માટે બનાવેલ ગરમ ચા, કેટલી ગરમ હોય એ તો એને ખબર જ નથી..!
નાસ્તો?? વધે તો ખાય..!
આખા ઘરનો ખૂણે ખૂણો સાફ કરે, ધૂળ થી જ પેટ ભરે..!

છી..! કહી ઉતારેલ કપડાં ને ઘસી ઘસી સાફ કરે અને કૂદકા મારીમારી દોરીએ લટકાવે..!
બેસવાનો તો સમય જ ક્યાં હતો!!
સવારનું પતાવી બપોરની તૈયારી..! દાળ, ભાત, શાક ને સંભારો બનાવે.
જમી ને થોડું સુવા લાગે!! ત્યાં જ ઘર ની ડોરબેલ વાગે..! કુરિયર વાળા બપોરે જ જાગે.
આંખો ચોળતી બેઠી થાય ત્યાં તો, "વહુ ચા" નો હૂકમ થાય.!
ટીંગાઈ ને કપડાં લે, ફોલ્ડ કરીને થપ્પી કરે.
શાકભાજી અને કરિયાણું લેવા ઝટ ઝટ દોડે.
સાંજ નું જમવાનું મોડું થાય અને પતિદેવ ગુસ્સે થાય, તોયે હસતી હસતી જમાડતી જાય.
કચરા-પોતાં ને વાસણ કરે તોયે થાકીને ન હારે..!
બધાં સાથે બેસી ટિવી પર સાસુ-વહુ ની સિરિયલ માં પોતાની ક્યાં ભૂમિકા?? એ જુવે..!
બધાને સુવડાવી સુવા જાય, પથારી પર પડતાં જ આંખો મિંચાય..!

આખો દી' મશીન ની જેમ કામ કરે તોયે ક્યાં એની કિંમત થાય.???
મશીન ની જેમ મથતું માણસ એટલે "ગૃહિણી"

"હું વંદન કરું છું એ તમામ 'મશીન' ને"

© ભાવેશ પરમાર. "આર્યમ્"

Gujarati Microfiction by Parmar Bhavesh : 111242234
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now