કાલે બપોરે એક જૂની હિન્દી ક્લાસિક મૂવી જોઈ રહી હતી... ધર્મેન્દ્ર અને આશા પારેખ અભિનીત ફિલ્મનું નામ હતું, samadhi
હવે લોચો ક્યાં પડ્યો એ કહું, આ ફિલ્મનું નામ મેં સમધી વાંચ્યું... હિન્દીમાં સમધી એટલે આપણા ગુજરાતીમાં વેવાઈ થાય, મને એમ કે લગ્નબાદ બે વેવાઈ વચ્ચેની વાત અને ભરપૂર કોમેડી/કટાક્ષ કરતી ફિલ્મ હશે.. શરૂઆતમાં જ કાંટા લગા... વાળું મસ્ત ગીત આવ્યું અને હું ફિલ્મ જોવામાં મગન થઈ ગઈ.
ગીત પૂરું થતાં જ ડાકુ આવ્યાં, ધરમજી ડાકુના સરદાર હતા એ હીરોઈનને ઉઠાવી ગયા અને એના ઉપર મોહી પડ્યા, સાથીઓ સાથે ઝઘડો પણ કર્યો, ડાકુગીરી છોડી મજૂરી કરી... એક છોકરાનો બાપ થયો પણ... પેલી વેવાઈ વાળી વાત ક્યાંય આવી નહિ.
એટલાંમાં તો હીરોઈનને ગંભીર બીમારી થઇ ગઇ અને એ ગુજરી જવાની અણી પર આવી ગઈ એટલે મારી હિંમત ખૂટી ગઈ મેં કહ્યું,
“સમધી નામ રાખ્યું છે અને એવું તો કંઈ આ પિચ્ચરમાં આવ્યું જ નહિ! આ હિરોઈન પણ હવે મરી ગઈ.."
ત્યારે મને જોરદાર આંચકો આપતાં મારી સૂપુત્રીએ કહ્યું,
“ઓ...મારી મા ફિલ્મનું નામ સમધી નહીં સમાધિ છે!"
હું હસી પડી... પોતાની મૂર્ખામી ઉપર બીજું તો શું કરી શકાય? પણ બધો વાંક આ અંગ્રેજી ભાષાનો જ છે ને સમાધિ અને સમધી બંને લખાય એક સમાન..તો પછી ભૂલ પણ થઈ જાય ને..!
હા... સમાધિ નામ પ્રમાણે ફિલ્મ સરસ હતી ?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?