તને અર્પણ
ધરમ, ધીરજ ને ધન તને અર્પણ ,
એક શું ? ત્રણે તત્વન તને અર્પણ.!!
પ્રેમ સાથે જ મન તને અર્પણ,
આ ઘડીથી જોબન તને અર્પણ.!!
જેનું મંથન થયું છે આરાધથી,
તે હર્દયનું મનન તને અર્પણ .!!
પુંજી વિણ દાનને આપ રજા,
પૂંજીમય દાન તને અર્પણ.!!
જ્ઞાન પર જ્યાં અજ્ઞાનની માયા હો,
એવું એ વિજ્ઞાન તને અર્પણ.!!
આંખ ક્યાં છે ? ઘુવડની મારે,
અલ્પ કાળ અંજન તને અર્પણ.!!
તે જ આખું જીવન, તે જ લીધું,
જીવન ને મરણ તને અર્પણ.!!
મર્મ કે વ્યથા મારી વાત નથી,
તારા સપના- કવન તને અર્પણ.!!
કેળવી લીધા છે સઘળાં દર્દ,
તારા સઘળાં દમન તને અર્પણ.!!
હું તો પાતક બધા કરી લઉં છું,
પૂણ્ય સેજે શયન તને અર્પણ.!!
પંડ બળે તો ભલે બળે મારું,
આટલું સન્માન તને અર્પણ.!!
હું તો જાણું છું, ને જણાવું છું,
નિત નવા એ મંથન તને અર્પણ.!!
માત્ર મારા પ્રેમનું છે ફળ એ,
પાળ્યા તે વચન તને અર્પણ.!!
માર્ગે કંટક હશે, ખમી લઈ તું,
મલમલી એ શયન તને અર્પણ.!!
સ્નાન, સૂતક ને જર બધું મારે ?
“ભરત” તુંજ બંધન તને અર્પણ.!!
© ભરત વાઘેલા