WISHING All KRISHNA BHAKTS A VERY HAPPY JANMASHTMI
મહેકતા ફૂલોની તોરણ ઝૂલે યશોદાના બારણે
નાનાં નંદલાલા, નીંદરમાં મસ્ત થઈ, ઝૂલે પારણે .
ગોપ ગોપીઓ જોવા આવે આં દૃશ્ય વિના કોઈ કારણે.
આજે ફેલાયો છે યશોદા અને નંદના ઘરે આનંદ મંગળ.
ગોપ ગોપીઓ પ્રસન્નતાથી રચે છે ગામમાં રમતગમત ને દંગલ
આજે તો પ્રાણી પક્ષીઓના નાદથી ગૂંજી ઉઠ્યું છે જંગલ.
ખુશી મનાવે છે આખું ગોકુળ ગામ; પધાર્યા છે આજે અહીં તારણહાર
જમનાજી લેહરાય છે; ખુશીઓ ની તરંગ ફેલાઈ છે હવામાં આરપાર.
ચાલોરે સખીઓ વધાવવા કાનહાને; માનવીએ ખુશીઓથી આં તેહવાર.
Armin Dutia Motashaw