ભાગ : ૨
રચનાત્મક
નામ પાડનાર તો હતા તેના પિતાના મિત્ર કેશુકાકા
હમેશાં લાડ લડાવવા ,પાસે બોલાવી ચોકલેટ આપવી,
જ્યારે ત્યારે સ્કૂટર પર બેસાડી ફરવા લઈ જવી ને
આઈસ્ક્રીમ ખવડાવવો ન તેના દુનિયાભર નો પ્રેમ વરસાવી દેવો.એને પણ ખૂબ જ ગમતા ખૂબ જ વહાલા લાગતા.નવુ દફ્તર લાવતાને ત્યારે એને આપતા પહેલા કહેતા ,”હુ તો તને ત્યારેજ આપીશ કે તુ મને વહાલ થી એક પપી કરે.”તે દોડતી એમના ગાલ પર જઈ પપી કરી આવતી.બાળસહજ નિર્દોષતા એની આંખો મા જોવા મળતી.
ધીરે ધીરે તે મોટી થતી ગઈ,એક વાર અનાયાસ જ એણે પૂછ્યુ,”મમ્મી મારૂ નામ ષોડશી કોણે પાડ્યું ?તે સમયે પિતાજી બોલી ઉઠ્યા હતા,”મારે તો તારૂ નામ શૈલજા પાડવું હતું પણ તારી મમ્મીને ષોડશી જ પાડવું હતું .” એ ખુશ હતી અરે વાહ..પપ્પા ભલે મમ્મીને ગુસ્સો કર્યા કરે પણ નામ તો મમ્મીની જ
પસંદગીનું પાડ્યું . ત્યારે તેણી આઠ જ વરસની હતી.
વારંવાર ધરે આવતા કેશુકાકા હવે બહુ આવતા નહિ,પણ કંઈકને કંઈક ભેટ આવ્યા કરતી. તે
ખુશ થતી.પણ હવે મમ્મી ઉદાસ રહેવા લાગી હતી.પપ્પા પણ એને મેહણું મારતા કે દીકરો તો હોવો જોઈએ ને???પણ મમ્મી ચુપ રહેતી.તે સમજી ન સકતી કે મમ્મી કેમ ચુપ રહે છે ? કેમ કાંઈ બોલતી નથી.એક રાતે જ્યારે તેની આંખ ખુલી તો કોઈ ધીરે ધીરે વાત કરતું હોય તેવું તેને લાગ્યું . સમજી ન સકી કે પપ્પાનો અવાજ છે કે કેશુકાકા નો પણ કોઈ મમ્મી સાથે વાત કરી રહ્યું હતું.ઉઠવાનો વિચાર કર્યો પણ એવું લાગ્યું એના સળવળાટ થી વાતચીત બંધ થઈ ગઈ છે ને ઉઠી નથી સકતી,એની આંખો ધેન થી ભરાય ને પાછી બિડાય ગઈ...
(ક્રમશ)