Gujarati Quote in Story by Mayur Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તાઃ ‘આજે તો એવું થયું...’ લેખકઃ મયૂર પટેલ
કલાક બાદ ઘરે જવા નીકળ્યા ત્યાં નજીકના બસ સ્ટેન્ડે સંધ્યા કળાઈ. એ જ લાલ સાડી ને એ જ ગુલાબી ગાલ. સંધ્યા દર બે-ત્રણ દિવસે એ જ બસ સ્ટેન્ડ પર ભટકાઈ જતી. ચંપકલાલના સદ્નસીબે એ મળે ત્યારે બસ સ્ટેન્ડે બીજી કોઈ ‘હડ્ડી’ ન જ હોય.
સંધ્યાએ હંમેશ મુજબ ચંપકલાલને સસ્મિત આવકાર્યા.
‘બહુ દિવસે દેખાયાને કાંઈ..!’ ચંપકલાલ મરક-મરક થતા બોલ્યા. સંધ્યા એમને ગમતી. ઘણી ગમતી. યુવાન, ખૂબસૂરત ઓરત કયા પુરુષને ન ગમે? પાતળો દેહ. ગોરી ત્વચા. કાળાભમ્મ વાંકડિયા વાળ. આંખમાં સુરમો ને હળવી લિપસ્ટિક. ચંપકલાલને થતું કે સ્ત્રી તો આવી જ હોવી જોઈએ. ન કમ, ન જ્યાદા.
‘તમે યાદ કરતા જ નથી પછી ક્યાંથી દેખાઉં..!’ સંધ્યા ખિલખિલ હસતી બોલી.
ચંપકલાલ એ હાસ્ય પર ફિદા હતા. તેમણે કહ્યું, ‘યાદ કરવાનું તો એવું છે કે… હવે ઝાઝું યાદ નથી રહેતું. ક્યારેક ઘરે આવતા હો તો… નિરાંતે વાતો થાય.’
‘ચોક્કસ આવીશ.’ સંધ્યા રણકી. ‘તમે બોલાવો તો ખરા.’
વાર્તા આગળ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://bit.ly/2TOBwvc

Gujarati Story by Mayur Patel : 111239473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now