Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......#..... ઋગવેદ......#....(ભાગ -૨ )

# મંડલ ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

મંડલ ક્રમ પ્રમાણે ઋગ્વેદને મંડલ-અનુવાક-સૂક્ત-ઋચાઓ ક્રમમાં વિભાજીત કર્યો છે.

મંડલની સંખ્યા 10 છે. મંત્રોની ચોક્કસ સંખ્યાનાં સમૂહ ને સૂક્ત નામ આપવામાં આવ્યું છે , આ સૂક્ત ના ચોક્કસ સંખ્યાનો સમૂહ તે અનુવાક.

સરળ રીતે મંડલ ક્રમ આ રીતે દર્શવી શકાય:

મંડલ - 10
અનુવાક - 85
સૂક્ત - 1028
મંત્ર સંખ્યા - 10552

મંડલ ક્રમમાં દરેક મંડલનાં ગ્રથનકર્તા ઋષિઓ છે. મંડલ પ્રથમ, આઠમું, નવમું અને દસમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક કરતા વધારે છે.

જયારે મંડલ બીજા થી સાતમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક જ છે :

બીજું મંડલ - ગૃત્સમદ ઋષિ
ત્રીજું મંડલ - વિશ્વામિત્ર ઋષિ
ચોથું મંડલ - વામદેવ ઋષિ
પાંચમું મંડલ - અત્રિ ઋષિ
છઠ્ઠું મંડલ - ભરદ્વાજ ઋષિ
સાતમું મંડલ - વસિષ્ઠ ઋષિ

અને આમાં એમના ગોત્ર, પરિવાર કે શિષ્યો સિવાયનાં કોઈ વ્યક્તિને સામેલ નથી કરવામાં આવ્યાં. આથી આ બીજા થી સાતમાં મંડલને કુળમંડલ, વંશ મંડલ, ગોત્ર મંડલ, પરિવાર મંડલ તરીકે ઓળખવામાં આવે છે.

આ 10552 ઋગ્વેદ મંત્રોને 'ઋગ્વેદસંહિતા' કહેવામાં આવે છે. દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, કલ્પસુત્રો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણિ છે. આ બધું મળીને જે તે વેદનું સંપૂર્ણ સાહિત્ય બને છે.

# ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ :

ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે,આ સ્તુતિ દ્વારા પરમજ્ઞાન આપવામાં આવ્યું છે. ઋગ્વેદનાં ઋષિઓએ બ્રહ્માંડમાં ત્રણ સ્થાનનાં આધારે દેવતાઓની સ્તુતિ કરી છે,

જેમકે,
૧) સ્વર્ગલોક સ્થાનીય દેવતાઓ :

મિત્ર, વરુણ, સૂર્ય, સવીતૃ, પુષન, અશ્વિનૌ, ઉષા, રાત્રિ વગેરે,

૨) અન્તરિક્ષ સ્થાનીય દેવતાઓ :

ઇન્દ્ર, વાયુ, પર્જન્ય, આપ, અપાંનપાત, રુદ્ર, મરુદગણો વગેરે.

૩) પૃથ્વી સ્થાનીય દેવતાઓ :

પૃથ્વી=ભુમિ, અગ્નિ અને સોમ વગેરે.

ઋગ્વેદમાં પ્રકૃતિનાં તત્વોની, પ્રાણીઓની પણ દેવતાં તરીકે સ્તુતિ કરવામાં આવી છે જેમ કે નદી-વિશ્વામિત્ર સંવાદ સૂક્ત (ઋ. 3/33) માં વિપાટ અને શુતુદ્રી નદીઓની દેવતા તરીકે સ્તુતિ કરી છે તો સરમા-પણિ સંવાદ સૂક્ત (ઋ. 10/108) માં દેવોની દૂતી બની પણિ રાક્ષસો પાસે સંદેશો લઇ ને જતી સરમા કુતરીને પણ દેવતા કહી છે. આનું કારણ શું!??

એનો જવાબ છે કે ઋષિઓ બધું જ ઈશથી વ્યાપ્ત રહેલું કહે છે, બધું જ બ્રહ્મથી વ્યાપ્ત છે, બ્રહ્મ એટલે ચૈતન્ય. એટલે ચૈતન્ય જેમાં જેમાં છે અને એને સૂક્તમાં સાંકળવામાં આવ્યું છે એ તમામ ને દેવતા કહ્યા છે.

# ઋગ્વેદનાં પદ્યાત્મક મંત્રો :

ઋગ્વેદનાં મંત્રોને ઋચા કહેવામાં આવે છે. ઋગ્વેદનાં મંત્રો પદ્યાત્મક=છંદોબદ્ધ છે.

ઋગ્વેદનાં મંત્રો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી જેવાં 24 વૈદિક છંદો થી ગેયાત્મક છે.

છંદોજ્ઞાન વગર ઋગ્વેદ મંત્રોનું ગાયન શક્ય નથી બનતું.

# ઋગ્વેદનાં સુકતોનાં પ્રકાર :

એક રીતે સમગ્ર ઋગ્વેદમાં સ્તુતિ સુકતો છે. પણ આ સ્તુતિ સુક્તોમાં પણ પ્રકાર પડે છે જેમ કે,

- કાવ્યસૂકતો
- પ્રકૃતિસૂકતો
- પ્રાર્થનાસૂકતો
- સંવાદસૂકતો
- દાર્શનિકસૂકતો
- ઐતિહાસિકસૂકતો
- ધર્મનિરપેક્ષસૂકતો
- વ્યાવહારિકસૂકતો.

"અસતો મા સદ્ગમય" આ વાક્ય પણ ઋગવેદનું જ છે...

શુભસ્તુ...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર...

Gujarati Motivational by Kamlesh : 111238546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now