(1)
કોઇ વિરલ જાગે
કોઇ વિરલ જન્મે
તાતા, અંબાણી, બિરલા સમ
ધની દાતા
ધનથી બને એ વિધાથા
ધરતીની વસાહત સાથે
ખંડી લે
સૂરજ, શશી-આભ. સંગાથે
બધું જ ખંડી લે
પછી ઇશ્વર ભૂલ સુધારી
નવી દુનિયાનું નિર્માણ કરે!
(2)
ક્રૌંચ યૂગલ હણ્યું. નિનાદે
વાલ્મિકીને કાવ્ય સ્ફુર્યુ વિષાદે
ને જોત જોતામાં રામાયણ રચાયું
આના કરતાં
મંત્ર વિદ્ મહર્ષિ વાલ્મિકીએ
સંજીવની મંત્ર ભણ્યો હોત
અથવા
જીવનભરનુંવ્રત, તપ,તીર્થાટન
જીવનભરના સત્કરામશૂં પૂણ્યફળ્અર્પણ કરાયુ હોત
તો....કરૌંચ યુગલ સજીવન થાથ
એનો કિલકિલાટ. કેટવો થાત!?
હજારો શ્લોક કરતાંર વધુ મનોહર!
(3)
નથી
કોઇ લિપ્સા
પ્રભુ
તુજ. કને માગવાની
ના ગમે મને
ભિખારી. બની
યાચવાનું
પણ....અનુરોધ. કરૂ
શકય હોય
કોઇ બાધ. ન હોય
બની શકે તો
મૃત્યુને મોકલજે
મારા પ્રિયતમ રેપે!