Gujarati Quote in Story by Parmar Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

trapped in toilet, ભાગ 1

આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!!

હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં ટ્રેઇનિંગ અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો.

મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી સગવડતા ભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો.
બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ ટ્રેન નીકળતી એ ટ્રેન મારી ફેવરિટ હતી, જેના બે કારણ હતાં  એક તો એ કે એ ટ્રેન માં કોઈ દિવસ ચેકીંગ ન આવતું, તો બંદા ટીકીટ વગર જ મુસાફરી કરી લેતા!!!
"ખુદાબક્સ" એવો જ કોઈ શબ્દ વપરાતો હોય છે કદાચ એ લોકો માટે..!
અને બીજું એ કે એ ટ્રેન એટલી તો ખાલી રહેતી કે ક્યારેક આખા ડબ્બા માં હું એકલો જ હોઉં..!
કદાચ તમને માન્યામાં નહીં આવે પણ એ સાચી વાત છે, એનું કારણ એ હતું કે એ ટ્રેન નું મુખ્ય કામ હતું બધા સ્ટેશન પર પાણી વિતરણ કરવાનું, ઓખાથી નીકળી જામનગર સુધીમાં આવતાં બધાં નાનાંમોટાં સ્ટેશન પરના ટાંકા એ ટ્રેન દ્વારા જ ભરાતા અને એ માટે તે બધા સ્ટેશન પર લાંબો સ્ટોપ કરતી જેના કારણે ઓખા થી જામનગર નો અઢી કાલાકનો રસ્તો એ ટ્રેન છ કલાકે પૂરો કરતી..!
તો નજીક નજીક જવાવાળા સિવાયના મુસાફરો એમાં સફર કરતા બાકી ઓખાથી જામનગર જવા માટે એ ટ્રેન બોરિંગ થઈ જતી, પણ અપણે તો મફત જવું હોયને..! તો એનાથી વધારે કોઈ ઉત્તમ નહીં.
હવે મેઈન વાત પર આવું, એક વખત લગભગ અડધો રસ્તો કપાયો હશે..!! એ દિવસે મેં ટ્રેન નું બાથરૂમ વાપર્યું..!!
તમને એમ લાગશે કે છ કલાક નો રસ્તો હતો તો બાથરૂમ વાપરવું તો સહજ હતું!! એમાં શું નવાઈ, નવાઈની વાત એ નથી એ તો હવે શરૂ થશે,
ટ્રેનમાં બાથરૂમ નો ઉપયોગ તો બધાએ કર્યો જ હશે, પણ કોઈ ક્યારેય ટ્રેનના બાથરૂમ માં બંધ થઈ ગયું એટલે કે ફસાઈ ગયું હોય એવું તમે કદી સાંભળ્યું નહીં હોય..!

આ ભાગમાં તો 500 ની લિમિટ છે,બીજો ભાગ જુઓ??

Gujarati Story by Parmar Bhavesh : 111237897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now