*સંજોગ*
સમય સાથે નસીબ બદલાય છે,પળે પળ જીવનના ખેલ બદલાય છે.
જો થાય કોઈ સંજોગ અને વર્ષો પછી મળે તો, આ આંખ પણ છલકાય છે.
જુની કિતાબ ખોલે ને સંજોગે ગુલાબ મળે ,તો ઈતિહાસ યાદ થાય છે.
સમય મળે મળી લેજો જે તમને હજી ચાહે છે, ફરી આવા સંજોગ ક્યાં આવે છે.
નર કહે સ્વપ્નમાં તો રોજ મિત્રો મળે છે, વાતસવમા ક્યાં મળાય છે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ