?રાખડી?
સુકાઈ ગયેલી ડાળે નાનકડી પાખડી આવશે,
હવે મારાં હાથે મારી બેનની રાખડી આવશે.
ઠંડી પડેલી નયને થોડીક ઝાકળો આવશે,
એ બંધનને જોડવા ધાગા કેરી સાકળો આવશે.
જોજે કોરે કોરે મારું ઠેકાણું પુછતી આવશે,
મારાં રખોપા માટે તે પ્રભુ ને પુજતી આવશે.
લાડુ,પૈંડા ઝાઝી મીઠાઈઓ રસ ભાગણી લાવશે,
થાળી મનહર સજાવી જસ લાગણી લાવશે.
લેશ નાનેરા સ્મિતનો પલકો મને બહું લાગશે,
કોમળ આંગળીઓ ફરશે માથે વ્હાલું બહું લાગશે.
કર્યા દોરા ધાગા ઝાઝા સંકટો સાચેન ભાગશે,
મધુર પ્રીથી મનમાં આત્મીયતા જાગશે.
ભાઈઓ બહેનના ગુણો ગાતા કેટલાં આંસુ પાડશે,
ખુશીઓની આ કયારીઓમા એતો કાયમ લાડશે.
~નમન પંડયા ( આશુતોષ )??