બંધન કે મોક્ષનું દ્વાર છે મન.
આપણા બધા વિચાર છે મન.
મન રાજી તો પ્રસન્નતા રહેતી,
સુખદુઃખ તણો આધાર છે મન.
હોય મન તો માળવા પહોંચે,
નિષ્ક્રિયતામાં લાચાર છે મન.
મનના ઇશારે તન ચાલનારુંને,
રોગો તણો ઉપચાર છે મન.
ઇશ પણ નથી માગતો કશુયે,
સમર્પણમાં સ્વીકાર છે મન.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.