જયારે ભમતું વમળ મારી તરફ આવે છે,
ત્યારે એમાં કૂદી પાડવા નું જોમ આવે છે..
બીક તો લાગે છે આંધી માં ખોવાઈ જવા ની,
પણ "યા હોમ" નો સાદ ક્યાંક અજ્ઞાતે થી આવે છે..
એ "સાદ" નું ઉદગમ શોધવા પ્રયાસ કરું છું તો,
ખબર પડે છે કે એતો ક્યાંક અંદર થી જ આવે છે..
મન તો થાય છે કે આ અવાજ ને ટાળું,પણ વળી પાછું
કોઈ અંતરમાં આત્મવિશ્વાસ ના બીજ વાવે છે..
~અદ્વૈત