?️વરસાદ પડે તો સારું કહેવાય છે....?️
વરસાદ પડે તો સારું કહેવાય છે,
પાણી જોઈ ઇન્દ્રની પ્રસન્નતા દેખાય છે ,
વરસાદ પડે તો સારું કહેવાય છે...
તરતું ફૂલ? જોઈ મન પ્રસન્ન થાય છે,
વરસાદ પડે તો સારું કહેવાય છે ...
રંગબેરંગી ફૂલો અને લીલુંકાચ આકાશ જમીન પાર દેખાય છે,
વરસાદ પડે તો સારું કહેવાય છે ...
મોરના ટહુકે મેહુલિયાને નાચતો જોઈ આ મન ખુબ પ્રસન્ન થાય છે ,
વરસાદ પડે તો સારું કહેવાય છે ...
જાણે અજાણે પ્રકૃતિના ખોળે સૌથી રમાય છે ?,
વરસાદ પડે તો સારું કહેવાય છે ...
ઠંડક ભરેલા શ્રાવણ માં શિવની પૂજા થાય છે ,
વરસાદ પડે તો સારું કહેવાય છે...?️
નદીઓમાં સાગર રેલાયો હોય તેવું દેખાય છે? ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે....
લોકોની પ્રસન્નતા ?પૂરની ચિંતાથી ખેડાય છે? ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે ....
ભારે વર્ષ માં મકાઈની ?મજા ફૂડપેકેટ્સ માં બદલાય છે ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે ....
લોકોના ધંધા, કામ બધું જોખમ માં મુકાય છે ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે ...
જગ્યા એની એજ પણ લોકોના રહેવાસ બદલાય જાય છે ?️ ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે ....
કાળા વાદળમાંથી વિજળી પડતા મનુષ્યનો જીવ ગભરાય છે⚡ ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે..
લોકો માટે ચિંતાનો વિષય બન્યો હોવા છતાં મેહુલિયાથી મન મૂકીને વરસાય છે ,
પણ વરસાદ પડે તો સારું કહેવાય છે ....
વરસાદ પડે તો સારું કહેવાય છે .....DJC✌️?