Gujarati Quote in Poem by Parmar Bhavesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમસફર..! (ગઝલ જેવું)

તર્ક-એ-તાલુકાત પર કદી ન રડ્યો હું કે કદી એ પણ;
તોયે ચેનથી કદી કયાં કોઈ સૂતું ન એ કે કદી હું પણ.

એ હમસફર તો હતો પણ તેનાથી હમનવાઈ ન હતી;
ધૂપછાંવ ની આલમ તો રહેતી તોયે જુદાઈ ન હતી.

અદાવતો હતી, તગાફુલ પણ અને રંજીશો પણ હતી;
બીછડતી વખતે પણ હતું બધું તોયે બેવફાઈ ક્યાં હતી.

બીછડતી વખતે એ આંખોમાં હતી અમારી જ ગઝલ;
અને ગઝલ પણ એ જે કોઈને કદી સંભળાવી ન હતી.

કાજલ અને સુરમો કેમ સહે નૈન જેમાં અસ્ક વહે છે;
એ નયનો માં બીજું કેમ સહાઇ જેમાં પિયા બસે છે.

એ હમસફર તો હતો પણ તેનાથી હમનવાઈ ન હતી;
ધૂપછાંવ ની આલમ તો રહેતી તોયે જુદાઈ ન હતી.



ઉર્દૂ શબ્દોના અર્થ:-
તર્ક-એ-તાલુકાત:- અલગ પડવું, છૂટાછેડા
હમનવાઈ:- સાથ પુરાવવો, સહમત થવું
તગાફુલ:- ઉપેક્ષા; ઉદાસીનતા.
અદાવત:- વેર, દુશ્મનાવટ
રંજીશ:- અણબનાવ


THANKS

Gujarati Poem by Parmar Bhavesh : 111233595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now