વેદના કે વ્યથાને હંમેશા ક્યાં કોઈ કારણની જરૂર હોય છે
લોક તો ભૂતકાળ વાગોળીને પણ નાહક દુઃખી થતા હોય છે
અને પ્રેમ પણ બનાવટી હોય છે બહુધા એવું ક્યાં હોય છે
એ તો સાચાને કોઈ ઓળખતું નથી એટલે એવું થાય છે
અને સત્યને તો આમ પણ પુરાવાની ક્યાં જરૂર હોય છે
એ તો ખુલ્લું પડવાની બીકે જૂઠ સાબિતીના વાઘા પહેરે છે