Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણેજા”

ભાગ:૧

ચાહતનું વિરોધી ઘૃણા થાય પણ મારે તે નથી કરવુ .એતો નફરત હદ વગરની ઘૃણા ના એ
નહિ જેમ સમજ ને નાસમજ કહીએ તેમ ચાહત ને નાચાહત કહી શકાય..?
કેદખાનામાં આવા શબ્દો સાંભળી મીનાબેન
ચમકી ઉઠ્યા! તે અહીં ભણાવા આવતાને તે
આ બધી ગુનેગાર સ્ત્રીઓને ભણાવતા .એમના
ગુનાઓને તેની પાછળના કારણો તો ઘણા જ
દુખદાયક .સ્ત્રી ત્યારેજ ગુનેગાર બને જ્યારે
તેની સહનશક્તિ ની હદ આવી જતી હોય છે.
બોલનાર માણેજા નામની પંદર જ વરસની
છોકરી હતી.સાવલી સુંદર મીઠડી ને હોશિયાર
ભણાવેતે પોપટની જેમ ચપચપ બોલનારી.!
હૃદયમાં નફરત શબ્દને પણ સ્વીકારવા તૈયાર
ન હતી...તો શુ થયું હતું કે જેલમાં હતી?
માણેજાની ફાઈલ લઈ મીરાબેન ઘરે
પહોંચ્યા. નાહીધોઈને પૂજાપાઠ પરવારીને
ફાઈલ ખોલી. માણેજા ના પિતા શુક્લતિર્થના
એક માસ્તર હતા. માણેજાએ તેની જ સાવકી
મા ના દૂરના ભાઈનું ખૂન કર્યુ હતું . બાળક ને નાનીવયને કારણે તેને જન્મટીપ થઈ હતી.
ત્રણવરસ પહેલા તેને આ મહિલાની જેલમાં
મોકલવામાં આવી હતી.તો તેણે બાર વરસની
ઉંમરે ખૂન કર્યુ ને કેમ...? જાતિસતામણીનો
પણ કેસ ન હતો ...તો એવું શું હતું? એને તો
પૂછવું કે એના માબાપને કંઈ જ સમજી સકાતુ
નહોતું. આખરે એના ગામમાં જ તપાસ કરવી
નક્કી કરી સૂઈ ગયા.
રવિવારની સવારે રજા હતી તેથી તેઓ પરવારીને શુક્લતિર્થ ઉપડ્યા .સીઘા જ માણેજાના પિતાને મળ્યાને વાત કાઢી.તેની
સાવકીમાતા સુંદર હતી.માણેજાના વખાણ
કરતા તે થાકતી નહોતી પણ કોઈ સત્ય
કહેવા તૈયાર નહોતું. પિતા કંઈક છૂપાવતા
હતા મા ના ચહેરા પર એક તડપ હતી.હવે
ગામમાં તો પૂછવું કોને..? નર્મદા કિનારે -
વસેલાને પવિત્ર ગામમાં કેટલાય આશ્રમો
બંધાયેલા આ ગામની સજ્જનતા જુઓ કે
મીરાબેન કશુજ જાણવા ન મળ્યુ.હવે તો
માણેજાને જ પૂછે છૂટકો માની બસસ્ટોપ
પહોંચ્યા ત્યા એક માણેજાની જ ઉંમ્મરનો
છોકરો બેન બેન કરી પાછળ દોડી આવ્યો.
તેણે કહ્યુ મારે તમને કહેવું છે પણ એક જ
શરતે જાણ્યા પછી સાચી વ્યક્તિને સજા
તમે કરાવશોને ??માણેજાને છોડાવશો??
મન હવે કસમકસમાં કે શુ કરવું ને નિર્ણય
લીધો સારું તારૂ મન રાખું છુ પણ તારૂ નામ
તો કહે ? મારૂ નામ દેવેશ છે બેન. હુ ને માણી
સાથે શાળાએ જતા.ભણવામાં અમારા ગામનું
નામ આગળ લાવનારી અમારી માણી જેલમાં
છે તે મારુ મન બહુ કચવાય છે. સાચા ગુને-
ગાર તો ..ને એણે ચકળવકળ આંખોએ આમ
તેમ જોઈ ને કહ્યુ કે માણીના દાદા છે.અને તે
જાત્રા કરવા નિકળી ગયા છે.શું કહુ બેન આ
એની નવી મા આવીને તેની સાથે આ દૂરનો
ભાઈએ લાવી હતી તે દાદાને જરાય આંખે
ખમાતો નહોતો.બધામાં પેલોય ડાફોળિયા
મારેને હિસાબ પણ સાચો નઆપે! આથી
માણીના બાપાએ ચીડાતા પણ કકળાટ
ન થાય તેથી બોલતા નહિ. પણ એક દિ
માણી શાળાએ થી આવીને એણે જોયુ
કે દાદા બહાર ખાટલે સૂતાતાને મા બાપા
બહાર ગયા હતાને મામા અંદરના ઓરડે
ભરાઈ ને માના લૂગડાં પહેરી અરીસા ની
સામે તાકી તાકીને જોતા હતા.માણી ને તો
સમજાયું નહિ બેન તે ખડખડાટ હસવા
લાગીને તઈ બેન દાદાની આંખ ખૂલી ગઈ
તે લઈ ધારિયું ને મામાને માથે વિઝી દીધું
ને ત્યા હુ આવી પહોંચ્યો . મને દાદાએ
જલ્દી જલ્દી માસ્તરકાકાને બોલાવા -
મોકલ્યોને તે હું પાછો આવ્યો ત્યાં સુધીમાં
તો પોલીસ આવીને માણીને પકડી જતી
હતી . મે કેટલું બધાને કહ્યુ પણ બેન મારૂ
કોઈએ ન સાંભળ્યું !

Gujarati Story by Jayshree Patel : 111232761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now