Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડૉ.કમલેશ ભોગાયતા ૩૧મી જુઆઈએ વડોદરામાં આભ ફાટ્યું ત્યારે ફસાઈ ગયેલાં...
સતત ૧૪ કલાક પાણીમાં રહ્યાં બાદ એમના પર જે વીત્યું એ એમણે ડાયરીમાં લખ્યું છે એમની બે વાત મને સ્પર્શી ગઈ,

૧) એમની નવી નકોર લીધેલી ગાડીને જ્યારે પહેલો સ્ક્રેચ પડેલો ત્યારે એમને બહુ દુઃખ થયેલું આજે એ જ સાત લાખની ગાડીને નજર સામે પૂરમાં તણાતી જોઇને પણ એમને એટલું દુઃખ નહતું થયું... જીવ બચી ગયો એટલો સંતોષ હતો!

જીવથી વધારે કિંમતી કંઈ જ નથી!

૨) બધા પુર પીડિત લોકો જાતિ ધર્મ ભૂલીને એકબીજાની મદદ કરી રહ્યાં હતાં. લોકોની ભીડ જોઈ ડોમીનોઝ વાળાએ એની દુકાન ગંદી ના થાય એ માટે બંધ કરી દીધી ત્યારે દાબેલીની લારી લઈ ઊભેલા એક ભાઈએ બધાને ફ્રીમાં દાબેલી ખવડાવી એમની ભૂખ સંતોષી હતી!

દિલ મોટું હોવું જોઈએ દુકાન નહિ!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111231988
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now