છું સફરમાં ને ચરણને નીકળું માંથે લઇ,
શે કરું પૂરી સફરને.? નીકળું માંથે લઇ.
ઊડતી હો કોઈ અફવા ડામવી જોઈએ,
તે છતાં હું એ ખબરને નીકળું માંથે લઇ.
જ્ઞાન ગીતાનું નૈ,વિચારો મહાભારતના;
એજ રામાયણ,ધરમને નીકળું માંથે લઇ.
સત્યને ખોટું કરે સ્થાપીત આ દુનિયા છો,
છે ફરજ,હું સત્ કરમને નીકળું માંથે લઇ.
છે સનાતન સત્ય એની જાણકારી સાથે,
નિત્ય હું મારા મરણને નીકળું માંથે લઇ.
-અશોક વાવડીયા
છંદ= રમલ મજનુન બહર નો ૨૫ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફઈલાતુન ફઅલુન