Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહજ..મનડાની વાતો.
આમ જો તો..શું કરે છે..?આ બૂમ રોજની છે,તેણીન્ ખબર હતી કે મમ્મી રોજ પૂછેને
એ રોજ એકજ જવાબ આપે વાંચું છું.
વાંચવાની લગની એવીકે રાત પૂરી થાય
તો પણ ચોપડી નીચે ન મૂકે.વાર્તા હોય કે ભણવાની ચોપડી,બસ પૂરી થાય એટલે શાંતિ
વળે.પપ્પા ને પણ આજ શોખ તેઓ મરાઠી પણ વાંચતા ,તેણે પણ શરૂઆત કરી અને મોહ વધતો ગયો.ઘરમાં જ પુસ્તકાલય ઊભું થઈ ગયું .ઘીરે ઘીરે શ્રી ક્યારેક ક.મા.મુનશીની મંજરી ,તો ક્યારેક શરદચંદ્રની જ્ઞાનદા,તો ક્યારેક ધૂમકેતુની બિન્દુ ના પાત્રોમાં ઢળતી
ગઈ ..યુવાની ના એ દિવસો હતા.ગલીમાં લગભગ છોકરીઓ વધુ ને છોકરાઓ ઓછા
હતા.આથી કહી શકુ કે છોકરીઓ પણ વહાલી હતી.સુંદર રૂપાળી છોકરીઓ માં કદાચ તેણી
શ્યામ ઘઉ વર્ણી હતી.આંખોમાં તેજ હતું ને તે
જૂદા જ રંગની ,તપખીરી રંગની હતી..વાળ
સુંદરને સોનેરી રંગના ને લાંબા..મોટીબેન સુંદર ને રમતગમત મા આગળ..પણ ક્યારેય
ઈર્ષા નથઈ..હમેશાં ભણતરને મહત્વ આપ્યું .
પણ શાળામાં જ ઘણાં જ જીવનના પાઠ પણ
ભણી લીધા.જીવન માં કંઈક તો કરવું જ રહ્યું ,ને તેથી ભણતરને સામે રાખી ઝૂકાવી દીધું ..બી.એ.પૂર્ણ થયું ને આગળ શું..?
ઘરમાં હવે મુરતિયા જોવા શરૂ થયા ને મન તે માનવા તૈયાર નહિ.એક દિવસ નાના ભાઈ નો સાથ ને ખાસ મિત્ર નો સંગાથ મળ્યાને ઘરમાં જ ચાર કપડાં થેલી માં ભરીને મિત્ર પાસે ઉછીના રૂપિયા લઈ .માબાપને બહારથી પૂરી નાની ચિઠ્ઠી લખીને અમદાવાદ ની વાટ પકડી
ભવિષ્ય શુ નહોતી જાણતી પણ હા ભણવું છે ની ધગશ હૈયામાં લઈ..હિમ્મત કરી નિકળી પડી હતી.જમાનો શું કહેશે કરતા..મમ્મી ને પપ્પા શું કહેશે એ વધુ ડર હતો..પણ સાત ચોપડી ભણેલી મા વધુ ખુશ હતી..પપ્પા કરતા!
ત્યારે “મા” ની “સહજ” સમજ પર ખૂબ માન થયુ.

Gujarati Story by Jayshree Patel : 111230556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now