Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાંચ લેવી, કોઈને છેતરી લેવો, કોઇની મજબૂરીનો ફાયદો ઉઠાવવો, જુઠ્ઠું બોલીને બચી જવું, કોઈ નિયમનું પાલન ના કરવું, સત્તા ઉપર હોય એ સરકારને ગાળો આપ્યા કરવી, ટેક્સ ચોરી કરવી, મફતમાં મેળવી લેવાની ઈચ્છા રાખવી.....

આ બધા લક્ષણ જેનામાં ના હોય એને શું કહેવાય?

ઉપરની કમાઈ ના કરતો હોય એવા કર્મચારીને તમે કેવો કહેશો? ઈમાનદાર કે વેદિયો!

ફ્રી માં ટ્યુશન ભણાવીને વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવે એવા શિક્ષકને એના જ સાથી શિક્ષક શું કહેશે? ઉમદા માણસ કે બુધ્ધિનો લઠ્ઠ!

પાંચસો રૂપિયા ફિસ લેતા ડોકટરને એમ થાય કે હવે દર્દીઓની સેવા કરવી છે અને એ એની ફી ઘટાડીને પચાસ રૂપિયા કરી દે તો? બીજા ડોક્ટર્સ તો છોડો દર્દીઓ શું કહેશે? સાહેબ બહુ સારા છે કે આને કંઈ આવડતું લાગતું નથી!

વીમા એજન્ટ, બેન્કનો કર્મચારી કે બીજો કોઈ પણ જણ જે તમને એની સેવા વેચી રહ્યો છે એ જો તમને એની કંપનીની સારી ખોટી બધી વાતો સાચેસાચી સમજાવે તો? તમે સમજી વિચારીને નિર્ણય લેશો કે આની પોલિસી નથી લેવી પહેલેથી જ નેગેટિવ વાતો કરે છે એમ કહી ના પાડી દેશો!

ટ્રાફિકના નિયમનું પાલન કરનાર આપણને લલ્લું અને સડસડાટ ભગાવી ફૂલ ટ્રાફિક વચ્ચેથી આડીઅવળી બાઈક કાઢી લેનાર આપણને હોંશિયાર કેમ લાગે છે?

મહાન ભારતવર્ષ પહેલેથી તો આવું નહતું તો આ બદલાવ ક્યારે આવી ગયો? ફરીથી બદલાવ આવે એવી કોઈ શક્યતા ખરી?

વિચારશીલ નિયતી ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111229811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now