શરદી..!
કોઈને ન થાજો આવો ભયાનક રોગ,
કોઈને ન થાજો આવો ખતરનાક રોગ.
કોઈ પૂછે પણ નહીં, લાગે સાવ સામાન્ય,
જેને થાય એ જ જાણે કેટલો અસામાન્ય.
થોડી વારે માથું દુખે, તો ક્યારેક દુખે પગ,
કેડ ના તો કટકા થઈ જાય ન રહે બળ.
વધુ હોયતો ખબર કાઢવા સગાં પણ આવે,
આ તો કહે સામાન્ય છે કોઈ ન પૂછે ભાવ!
નાક પણ થાય ગંદુ ને ગળું છોલાઈ જાય,
તેલ વાળું ખાવાની ઈચ્છા પણ બહુ થાય.
તરસ લાગે ફૂલ પાણી પીવાની આવે મજા,
બાથરૂમ આવજા કરવાની લાગે મોટી સજા.
રૂમાલ પણ દૂર ભાગે જ્યારે આવે છીંક,
કપડાં પણ બગડવાની લાગે મોટી બીક.
લૂછીલૂછી નાક ટેરવું થઈ જાય ટેબા જેવું,
બધાં ને લાગે મજા દરદી ને લાગે સજા જેવું.
ડોક્ટર મોટા આપે ગંધારી દવા ના થોકડા,
ગામ સલાહ આપે કરો પાણીના કોગળા.
કોઈને ન થાજો આવો ભયાનક રોગ,
કોઈને ન થાજો આવો ખતરનાક રોગ.
"આર્યમ્"
જોજો કોઈ કમેન્ટ માં Get well soon ન લખતા, મને કશું નથી થયું. બસ યાદ આવી ગઈ 'શરદી' ની ઘણા સમયથી મળી નથી ને.?