ઓ વક્ષુર એ વક્ષુરાન હર એક રીતે મુબારક હોજો તમને આં સાલ
તમને તો ખબરજ છે, અમારા આજના દર્દનાક હાલ.
અહરેમાને બિછાવી છે દુનિયા પર એક મજબૂત જાલ.
ફસી રહ્યા છે ઘણા લોકો; બહુ ભયાનક છે એની આં ચાલ.
તું તો છે આં સમર્ગ જગ નો તારણહાર, સદાકાળ (થી)
ચર્ચા તારી, છાઇ છે ચહું દિશામાં, સાલો સાલ (થી)
તો હવે રાહબર મારા, રાહ દેખાડવા જલ્દીથી આવ; થોડો વખત ફાળ
ફરી એક વાર પ્રાથના કરું છું, મુબારક હોજો તમને આં સાલ.
Armin Dutia Motashaw