પ્રિય ઓગસ્ટ,
2019માં તારું ખૂબ સ્વાગત છે. તારી જ રાહ જોવાતી હતી. નાનાં મોટાં સૌ ને તું ખૂબ વહાલો.. બીજું કંઈ ખાસ નહીં, પણ ગુજરાત ની પ્રજા ઉત્સવ પ્રિય, મોજ કરવા જોઈએ ને રજાઓ માં રસ , એટલે !
કેટકેટલાં ઉત્સવ લઇ ને આવે છે તું ..
૧. ફ્રેંડશીપ ડે: રોજ મિત્રતા માણીયે જ છીએ, પણ બહાર ખાવા પીવા જલસા કરવાનું ઓફિસિયલ બહાનુ !
૨. ૧૫ ઓગસ્ટ : ઘર માં કે સ્કૂટર પર નાનો તિરંગો લગાવવાનો..અને રાત પડે હાથ માં તિરંગો લઇ રસ્તા પર પીપૂડા વગાડવાના ! દેશપ્રેમ તો શું ઉછળી ઉછળી ને બહાર આવે બધા નો ! ભલે ને એક જ દિવસ માટે , પણ બધા નો દેશપ્રેમ દેખાડવા માટે પણ તને જ ક્રેડિટ જાય છે
૩. રક્ષાબંધન : આખું વરસ નાનું મોટું કાયમી ધોરણે ભાઈ પાસે થી પડાવતી લાડલી બહેનો માટે ભાઈ પાસે થી મોટી ગિફ્ટ લેવાનો ઓફિસિયલ તહેવાર !
૪. જન્માષ્ટમી માં નાના ને રજા ને મોટાં ઓ ને તો .. ( ખાનગી માં સાચું કહું તો જુગાર )પત્તાં ની ખૂબ મજા !
આ સિવાય તું વર્ષા ની ઠંડક આપે, ફરાળ કરી મોજ કરવાની તક આપે,એટલી રજાઓ આપે કે બહારગામ જવાનું વેકેશન પણ સેટ થઈ જાય..
ખૂબ આભાર.. વર્ષ માં બે ચાર આવતો હોય તો ! આવતા વર્ષે અરજ યાદ રાખજે. ત્યાં સુધી ઓગસ્ટ ૨૦૧૯ ને ભરપૂર માણી લઈએ.
લિ. અે જ તારા જૂનાં ને જાણીતા...
અમદાવાદીઓ