શુભ સંધ્યા મિત્રો,
પ્રેમનો કિસ્સો ઘણો નાજુક હતો,
બે ક્ષણો વચ્ચે વિરહનો યુગ હતો.
હા,મને લાખો મળેલા ઘા હતાં,
હું જ સાક્ષી એય પાછો મૂક હતો.
આખરી ઉમ્મીદ પણ એની છતાં,
બેવફા માફક જ ત્યારે ચુપ હતો.
જીંદગી જયારે અહીં કણસી હતી,
આ જમાનો મનમુકીને ખુશ હતો.
બદદુઆ તું લાખ કરજે ડર નથી,
હું 'જિગર' છું એટલે જુગ જુગ હતો.
જિગર ઠકકર 'ગઝલનાથ'