હમણાં તો અહીં જ હતાં, ક્યાં ખોવાયા..!
મળ્યાં જ છો તો થોડું રોકાઈ જ જાવ.
હતાં તો અહીંજ પણ ગુમ અને લાપત્તા..!
ફરી ફરી ક્યાં શોધું, સાથે જ રહી જાવ.
અહીં જ રહી જાવ ને તો પૂરાં થઈ શકે..!
થોડા અધૂરાં ને આખાં સપનાં જે જોયાં.
જુઓ જતાં ના હમણાં યાદ કરવાના છે..!
થોડા પૂરાં થોડા અધૂરા વચનો જે આપ્યાં.
કેમ, શું યાદ આવ્યું, વિચારો જ છો કે શું..!
એ યાદો અને એ પલ જે સાથે વિતાવ્યાં.
આભાર
સારું ન લાગે તો કહેજો, વાર્તાકાર છું, કવિ નથી..!
અને આમેય મને જલ્દી ખોટું તો લાગતું પણ નથી..!