જે વ્યક્તિને તમારી કોઈ કદર કે એના દિલમાં તમારા માટે કોઈ લાગણી કે સંમાન છે જ નહિ, એવા વ્યક્તિ માટે તમે ગમે તેટલું કરી છૂટશો તો પણ એ તમારી કદર ક્યારેય નહિ કરે અને આવી વ્યક્તિને તમારી લાગણીનો અહેસાસ પણ નહિ થાય.
આમ કરીને, આવી વ્યક્તિ પ્રત્યે લાગણી રાખીને આપડે પોતે જ આપડી જાતને દુઃખ આપીએ છીએ.
કેમ કે આવી વ્યક્તિ માત્ર પોતાનો સ્વાર્થ જ જોશે, જ્યાં સુધી એને તમારી જરૂર હશે, ત્યાં સુધી જ સલામ હશે.
જે ઘડીએ ખબર પડે કે સામેની વ્યક્તિ તમારી સાથે માત્ર પોતાના સ્વાર્થ ખાતર જ સંબંધ રાખી રહી છે એ જ ઘડીએ આવી વ્યક્તિથી હંમેશા માટે દૂર થઈ જવુ જોઈએ.
જો એમ નહિ કરો તો એ વ્યક્તિને તો કંઈ જ તકલીફ નહિ થાય, પરંતુ પસ્તાવાનો અને દુઃખી થવાનો વારો તમારો જ આવશે.
- મનીષ ચુડાસમા