ટૂંકી વાર્તા....
અંતિમ શ્વાસ...
આજે શ્રી ઘરની પાસે ના દરિયા કિનારે પહોંચી ગઈ ,મન ચંચળ હતું ને કેટલાય સારા-નરસા વિચારો મન ને ઝંઝોડી રહ્યા હતા..
એક યુવાન યુવક યુવતી દરિયાની હવા માણી રહ્યા હતા ને પ્રેમાલાપ કરી રહ્યા હતા યુવક ને દરિયા મા દૂર દૂર પ્રેમિકા સાથે નાવડા મા બેસી જાવું હતું ...યુવાની નું સાહસ ને પ્રેમ બન્ને હતા .
થોડા પગલા પાડતી રેત પર તેની છાપ નિહાળતી હુ આગળ વધી તો એક પ્રોઢ દંપતી હાથ મા હાથ નાંખી વાર્તાલાપ કરતું હતું વહાલી આ દરિયા કિનારા પર એક ઘર હોત તો રોજ ઢળતા સૂર્ય ને જોવાની કેવી અનોખી મજા ...મારા થી આ મીઠી સ્વપ્નીલ આંખો તરફ એક દ્રષ્ટી નંખાઈ ગઈ...
દરિયા ની આ વિશાળતા ને નાના આ તટ પર કેટલાય સપનાંની હારમાળ હતી...અચાનક એક સ્ત્રી ન પ્રોઢ ન વૃધ્ધ દરિયા મા પગ પલાળતી ઊભી હતી,થોડી પળ હું જોતી રહી અંતે તેના મન ના મનોમંથન ને પૂછી બેઠી....જવાબ હતો કે મારા મન નો પડઘો ....તે મને પૂછી બેઠી...સામે જો છેવાડો દેખાય છે???ક્યા હશે આનો અંતિમ કિનારો..????શું આ અવસ્થા એ ઘૂમતો આ પ્રશ્ન મારો ...તમારો ..નથી..??જાણીએ છીએ જીવન છે તો અંત છે...પણ છતા જિજીવિષા નો અંત છે??
ગઈ હતી ઉત્તર શોધવા પ્રશ્નો લઈ પાછી ફરી..અંત ક્યા??અંતિમ શ્વાસ મા .
જયશ્રી.પટેલ
૩૦/૭/૧૭