*સાવ તાજી રચના, ગમે તો કહો ગમી- મેહુલ ભટ્ટ*
----------------------------------------
કેદાર ના મંદિરે લેસરની બત્તી થઇ,
તો’ય ભક્તના રસોડે ના રોટલી થઇ!
બનાવવા ને ધાર્યું હતું મોટું મકાન,
અંતે, રહેવાને આ એક ઝુંપડી થઇ!
સપના માં આવતું લીમડાનું ઝાડ,
અંતે ઘડપણની બેઠક આ ઓટલી થઇ!
અખાય નગરમાં લોક ઘાંઘુ થયુ,
કહેવાતી જે નગરવધુ, તે સતી થઇ!
કપાળ સુધી ઓઢેલો સફેદ સાડલો,
ચાલ્યો ગયો ને સૂની આ ઓસરી થઇ!
હતો એ ગામનો ઉતાર, સૌ ને ખબર હતી,
કર્યા વિધી વિધાન, કહેવાયું સદગતિ થઇ!
ભટ્ટ્જી બેઠા’તા અમસ્તા પસીનો લૂછતા,
એમાં ને એમાં અચાનક આ શાયરી થઇ!
*- મેહુલ ભટ્ટ (૨૪/૭/૧૯)*