Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બંધ દરવાજા.
ભાગ નં ૧
બારી માંથી બહાર જોતા રામીની નજર એક દસબાર વરસના છોકરા ને આઠ નવ વરસની છોકરી પર પડી, તેણીએ આ બન્નેને પહેલીવાર આ શેરીમાં જોયા. ગરીબાઈ તો કપડાં ને હાલતપર થી જણાઈ આવતી હતી. તેને એકદમ યાદ આવ્યું કેતેના માલિક કહેતા હતા કે કોઈ ઓળખાણ માંછોકરો હોય તો તેમની ચાની દુકાન પર રાખવોછે . તેથી રામી નીચે આવી ને પેલા બન્ને બાળકોને નજીક બોલાવ્યા. છોકરાની આંખો માં કંઈક ગજબની ચમક હતી,ને છોકરીના ચહેરા પર ભોળપણ,લાંબા વાળને જાણે કેખાનદાની પરિવારના વારસો.પણ કપડાંને વેશ કહેતા હતા કે કેટલા દિવસથી નાહ્યા નહિ હોય.
રામીએ ધીરે રહી થોડું ખાવાનું આપ્યું ને પાણી પાયું. છોકરો થોડો સ્વસ્થ થયો એટલે બન્નેના નામ પૂછ્યા,”છોકરાએ છોકરીસામે જોઈ કહ્યુ મારૂ નામ શ્યામ ને આનું નામ રજ્જો..”છોકરી બે મિનિટ એની સામે જોયું નેમાથું હલાવી હા એમ કહી મંજૂરી આપી ઉભી રહી.રામી ને લાગ્યું રજ્જો કહી કહેવા માંગે છે પણ ચૂપ થઈ ગઈ.રામીએ મન ખંખેરી ને વિચારવા માંડ્યું આને પૂછું કેવી રીતે કે એ માલિકની ચા ની દુકાન પર નાનું મોટું થોડુંકામ કરશે કે નહિ?એણે નક્કી કર્યુ કે સીધો દુકાન પર જ લઈ જાઉ જેથી માલિક જ એને જોઈ હા કે ના કરી દેશે.
માલિક જીવરામ બહુ ભલો માણસ હતો અને તેની પત્ની થોડી અસંતોષી જીવની હતી .તેથી રામી માલિકને જ મળવા માટે “લાલી ચા-કોફી” ની દુકાન પર પહોંચી ગઈ.તેના મનમાં ખૂબ ગડમથલ ચાલતી હતી.દુકાન પાસેથોડી ગંદકી હતી ,પણ પાછળના ભાગમાંથી સરસ પહાડો ને લીલીછમ વેલી હતી.એને લીધે ઠંડક હતી.શ્યામને તો મજા આવી ગઈ.
તેની આંખમાં ચમક આવી ગઈ,રજ્જોને હાથ પકડી આગળ કરી તે રામી સાથે દુકાનમાં આવ્યો.જીવરામને રામી એ શ્યામની ઓળખાણ કરાવીને રામીએ કહ્યુ તેના સગામાં શ્યામ થાય.ને ધીરે રહી શ્યામનો હાથ દાબ્યો,શ્યામ સમજી ગયો કે તે જૂઠ્ઠુ બોલેછે,પણ જો એનું ભલું થતું હોય તો ચલો એમ!આમેય એ પોતે પણ કયા સાચું બોલ્યો છે.એટલી સમજ ઘર છોડ્યા પછી એને આવી ગઈ હતી.રામીની વાત માની જીવરામે શ્યામને કામ સોંપ્યું કે ચા ટેબલ પર પહોંચાડવી કપ રકાબી ધોવા તેમજ ચા બનાવનારા મનુભાઈને મદદ કરવી.કોઈ પૂછતું આવે તો કહેવાનું કે તે મનુભાઈનો સગો છેને મદદ કરે છે નોકરી નહિ. કારણ બાળ મજૂરીના કાયદાથી તો ડરતા હતા.એમને પણ સંતાન નહોતું ,તેમની પત્ની તેથી પણ થોડો ગુસ્સો કર્યા કરતી.રહેવા આની પાછળની કોટડી માં પડ્યા રહેવાનું કહ્યુ ત્યારે એણે રજ્જો જો એની સાથે હતી તેને પણ તે સાથે રાખશે એમ મંજૂરી માંગી.પહેલા આનાકાની પછી તેઓ તૈયાર થયા.રામી એ રામીમાસીનું સ્થાન લઈ લીધું.આમ એક જીવનમાં ફેરફાર આવ્યો.બાર વરસનો શ્યામ જાણે પાંચ વરસ મોટો જવાબદારી વાળો યુવાન બની ગયો.
મનુભાઈ સવારે દુકાન ખોલવા આવ્યા તો પહેલા તો દુકાન જ શોધવા લાગ્યા,રાતોરાત દુકાનની શિકલ ફેરવાય ગઈ હતી.દુકાનના પાટિયા પરથી ધૂળ સાફ થઈ સ્પષ્ટ વંચાતું હતુ “લાલી ચા -કોફી” ,આજુબાજુ થી કચરો સાફ હતો ને તેથી માખીઓનો બણબણાટ નહોતો.કપ રકાબી સ્વચ્છ સાફ સુથરા ને ટેબલ પરનો કાળો મેલ ગાયબ હતો.જીવરામ શેઠનો ગલ્લો ને માથે ભગવાન ચમકતા હતા.

Gujarati Story by Jayshree Patel : 111224937
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now