હું ક્યાં કહું છું કે આપની 'હા' હોવી જોઇએ,
બસ ના કહેવામાં વ્યથા
હોવી જોઈએ

Gujarati Microfiction by Sondagar Devanshi : 111224662
Rahul.....Purani... 7 year ago

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ. આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે, હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ. ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ, એમાં જરાક જેવી મજા હોવી જોઇએ. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’, એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

Rahul.....Purani... 7 year ago

Mane bau pasand 6 a gazal

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now