લાગણી
જ્યાં લાગણી હોય ત્યાં માંગણી ના હોય
જ્યાં માંગણી હોય ત્યાં લાગણી ક્યાંથી હોય?
લાગણીને સમજવામાં જ માણસ પાછળ પડી જાય છે. લાગણી સમયાંતરે વ્યક્ત કરવી પડે છે. સમય વિતી ગયા પછી વ્યક્ત કરેલી લાગણીનો કોઈ અર્થ રહેતો નથી. શબ્દ અને સ્પશૅ લાગણી વ્યક્ત કરવાનાં બે ઉત્તમ પરિબળો છે. જયારે તમારી પાસે વ્યક્તિ હોય ત્યારે જો તમે તમારી લાગણી વ્યક્ત કરી શકો તો તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો. સમય વહી ગયા પછી વ્યક્ત કરેલી લાગણીનું કોઈ મહત્વ રહે છે ખરું?