હમણાં થોડા દિવસથી એક વીડિયો ક્લિપ જોવા મળી રહી છે, બે બાળકોને કુતરાં પુરાવાના પાંજરામાં પૂરી રખાયા હોય અને પછી બે જણા એ લોકોને બહાર કાઢી નિર્દયતાથી માર મારી રહ્યા હોય!
એ વિડિયો એટલો વાયરલ થયો કે પોલીસે પણ ધ્યાન આપ્યું અને એ જગ્યાએ જઈને એ બાળકોને છોડાવી લીધા અને એમને મારનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમને મારનાર એ બે વ્યક્તિઓનું કહેવું હતું કે આ છોકરાઓ ચોર છે, ચોરી કરી એટલે એમને સજા મળી હતી...! કોઈ ચોર હોય અને પકડાઈ જાય તો એને પોલીસને હવાલે કરો યાર... એને આમ ઢોર માર મારીને તમે પણ કાનૂન તોડી રહ્યા છો અને તમે પણ ચોક્કસ પણે સજાના હકદાર બનશો.
ફેસબુક, વોટસએપ વગેરે પર વાયરલ થતાં વિડિયો ક્યારેક આવી રીતે કોઇની મદદ કરી જાય ત્યારે ઘણું સારું લાગે... ટુંકમાં ફાલતું વિડિયો શેરિંગની સાથે સાથે કોઇની મદદ માટેના કે કોઈને સારી શીખ આપી જાય એવા વિડિયો પણ શેર કરી જવાબદાર એક નાગરિકની ફરજ નિભાવવી...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?