હસતા ચહેરે દર્દ દિલમાં છૂપાયેલું હોય છે.
કોને કહું વેદના એ પણ ઘવાયેલું હોય છે.
ભીતર ભારોભાર વડવાનલ ભભૂકતો હો,
વાત સાગરની ઉત્તંગ છવાયેલું હોય છે.
હરેક દર્દની કૈં દવા હોય એ જરુર નથીને,
તાણાવાણા જેમ દર્દ વણાયેલું હોય છે.
દર્દ વિનાની જિંદગી કદી ન વિચારી શકું
છે એ મારુંને અંતરમાં ધરબાયેલું હોય છે.
પનારો એનો મારાથી અવિરત રહ્યો સદા,
ઉરનું ઔદાર્ય કે એમાં અંકાયેલું હોય છે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.