*હેસિયત*
હેસિયત નથી મારી એટલી, હરિ હું મારા "હું" થી બહાર નીકળી શકુ.
ભવસાગરમાં નૈયા મારી ભુલી પડી,પાર તમારા વીના હું ન કરી શકુ.
નથી મારી એટલી હેસિયત, તમારા લખેલા લેખ ને હું લેશ માત્ર બદલી શકુ.
હરિ જેટલી આપ સૃષ્ટિ ની સંભાળ રાખો, એટલું હું વિચારી પણ ન શકુ.
એ દેવ તમે દેહમાં પ્રાણ પુર્યા, અમારી હેસિયત નથી કે હું આ કરી શકુ.
નર કહે બધું આપ્યું છતાં તારા દોષો જોવું છું, માફી માંગું એટલું કહી શકુ.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ