અનોખું વિશ્વ...
દરેકની જીંદગીમાં એક અનોખું વિશ્વ હોય જ છે. હા, અનોખું વિશ્વ... આપણે આપણી જિંદગીમાં હતાશા, નિરાશા, થાક, મુશ્કેલી બધાથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે મનમાં આ જ વિચાર આવીને ઉભો થઈ જાય છે કે બહુ થયું મારે મારા આ અનોખા વિશ્વમાં રહેવું છે.
જેવા તમે આ તમારા અનોખા વિશ્વમાં આવો તમારામાં નવા પ્રાણ પુરાય છે જ્યાં માત્ર ભાષણો નહીં પણ લાગણીઓ સાથે Positive energy જાળવી તમને રાખવામાં આવે છે. અરે તમે ફરી જે હતા એનાથી વિશેષ થઈને જ બહાર નીકળો છો.
આ અનોખું વિશ્વ એટલે મિત્રો, પ્રેમી-પ્રેમિકા, માતા-પિતા અથવા કોઈપણ એવા વ્યક્તિત્વ જેમની આપણી જિંદગીમાં એક આગવી છાપ અને આગવું આકર્ષણ હોય છે. મારે તો છે આવું લાગણીઓનું વિશ્વ જેનામાં સમેટાઇ ફરી વિસ્તાર પામી સતત આગળ વધુ છું.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...