જ્યા મન મળે
ત્યાં કુંડળી મળે કે ના મળે,
શુ ફેર પડે સાહેબ.
?
ફૂટપાથ પર સુવાવાળો ગરીબ
રાત્રે ચાલતી ગાડીઓને જોઈને વિચારે છે કે,
જેની પાસે ઘર છે તે રાત્રે સૂતા કેમ નથી.
?
સોદો તો ખાલી દિલના પ્લોટનો થયો હતો
ખબર નહીં ક્યારે શ્વાસ પણ તમારે નામે થઈ ગયા.
?
કફન જોઈને અંદાઝ ના લગાવો મારી કિંમતનો
નનામી પાછળ ભીડ જોઈને મારો ભાવ આંકી લેજો.
?
મારા મોઢે સારા
અને બીજાના મોઢે મને ખરાબ કહેવાવાળા બધાયને મારો રામ રાજી રાખે.
?
એવી ઊંચાઈ પણ શુ કામની સાહેબ
જ્યા માણસ તો ઉપર આવે પણ માનવતા પડી જાય.
?
પકડી રાખવાથી માણસ જેટલું ગુમાવે છે
તેટલું કદાચ છોડીને નથી ગુમાવતો.
?
રસ્તો તે બદલ્યો હતો
અને મંજિલ મારી બદલાઈ ગઈ.
?
લંબાયેલો હાથ કણસતો જ રહ્યો
આપણો સબંધ અમસ્તો જ રહ્યો.
?
ખેલ તો જોરદાર રમ્યો તું દોસ્ત
પણ સામે તે માણસ ખોટો પસંદ કર્યો છે.
?
જેને પોતાની શરમ નડતી નથી
એ સૌથી મોટો બેશરમ હોય છે.
?
ગમે એમ જીવાય સાહેબ
ગમે તેમ નહીં.
?