ગઝલ...પ્રવેશો...!!!
કોઇ તો છે જીવતું અંદર પ્રવેશો,
બહારની છોડો હવે ઝંઝટ પ્રવેશો.
એક ઘર ત્યારે જ મંદિર લાગવાનું,
દ્વાર પર એને કરી વંદન પ્રવેશો.
આંખ છે સાબૂત તારી,એ છતાં પણ;
ભાખવું ભીતર, બની સંજય પ્રવેશો.
જેવા છો, એવા તમે વર્તાય જાશો,
ભૂલથી પણ, જો કદી મંદર* પ્રવેશો.!
એટલા કંકરને પૂજ્યા છે, હવે તો;
ભીતરે કંકરની, લ્યો શંકર પ્રવેશો.
-અશોક વાવડીયા
*મંદર= અરીસો,દર્પણ,આયનો
છંદ=રમલ બહર નો ૨૧ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફઈલાતુન