"સાદ એક માં નો"
વાચતાજ શરીરની રુવાંટી ઉભી થઇ જાય એવી આ કવિતા. લખી છે
મિત્રો જરૂર વાંચજો.
"સાદ એક માં ની "
મહિના પાછળ મહિના,
છેવટ વર્ષ સરી જાય
વૃધાશ્રમ નાં પગથીયે
રાહ જોતી તારી અભાગી " માય"
પાલવ અશ્રુથી ભીંજાય
નથી મન તોયે રહું છું ,
કદી -કદી વચ્ચે માત્ર
તારું મની-ઓડર જોવ છું.
પૈસા નથી જોઈતા
હવે તું આવીજા
નથી ગમતો હવે
આશ્રય વિનાનો આશ્રમ
બેટા મને તારા ઘરે લઇ જા
તારા બાપા હતા ત્યાં સુધી
દિવસો જેમ-તેમ ગયા
ઝળ-ઝળીયા ભરી આંખમાં
તને યાદ કરતા-કરતા
ખુલ્લી આંખે મને મૂકી ગયા.
અંત સુધી કહેતા હતાં
દીકરો મારો ડાહ્યો
તે મોટા સાહેબીમાં માંહ્યો
તારા વખાણ કરતા હતા
મારા પણ ઊરમાં ફોટો
તારો તું આવીને જોઈ જા
બેટા મને તારા ઘરે લઇ જા
દુકાળના વર્ષે તારો જન્મ થયો
તારા દૂધ માટે અમે
ચા પીવાની છોડી દીધી
બે જોડી લૂગડાં વર્ષ માં
સીવી-સીવી પહેર્યા
રાત- દિવસ મહેનત કરી
તારા ભણતર કાજે
સ્કુલ કોલેજોમાં રૂપિયા તેમણે ધર્યા
જવાદે બેટા તું આ બધું
સપનું સમજીને ભૂલી જા
પણ બેટા મને તારા ઘરે લઇ જા.
વાસણ- કપડા ધોઈશ હું
કચરો - પોતું કરીશ હું,
પુરણપોળી ને પાત્રા
તારા માટે રાંધીશ હું
પોત્રા- પોત્રી નું મળ- મુત્ર
સફાઈ નું કામ કરીશ હું
બેટા જરીકે ડરતો નહી
દાદી છું હું તમારી
એમ એમને કદી કહીશ નહિ.
તારા ઘરની કામ વાળી
સમજીને તું લઇ જા
પણ બાલુડા મને
તારા ઘરે લઇ જા
થાકી ગયી આ આખો બેટા
પ્રાણ પંખેરું કંઠે આવી ગયું
તારાવીના જીવવું હવે
મુશ્કેલ ભર્યું થઇ ગયું
વિસરું કેમ તને હું
તારા લીધે હું માં બની
પુત્ર મારો કુલભુષણ
પારકી હું કેમ બની ?
"અંતે"
હવે બેટા છેલ્લી વાર મારી
અંત યાત્રા ની ચીતા પાસે
આવીને ફક્ત એક વાર
" માં " કહીને જા.
અને બની શકે તો
આ વૃદ્ધાશ્રમ ને પાડીને જા..