બસ હવે છેલ્લો અને એકજ વિચાર દે,
વીતે છે મારા પર એનો એને પણ ભાર દે.
વાર્તા તો અમારી પુરી થઈ ગઈ પણ હું,
જણાવી શકું સૌને એવો ટૂંકમાં લખી સાર દે,
તું ઈશ્વર હો કે અલ્લાહ મને ખબર નથી,
પણ શ્રધ્ધા રાખું છું તારા પર એનો આભાર દે !
ને મરણ પછી પણ હું જીવતો રહું ખુદમાં,
જીવવા મને એક કારણ તો એવું ધારદાર દે
અને વર્ષોથી જે વાત રખડે છે મનમાં એ,
વાત ની જે મૂંઝવણ છે એની સારવાર દે
કવિ કવિન શાહ