Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણી...

કોઈપણ સંબંધનો પાયો એટલે લાગણી. પણ અમુકલોકોના બાપા મગજ જોરદાર લાગણીની માપણી કરે. અને અમુક લોકો તો એથી એ ખતરનાક આ લાગણીવેડા બહુ નહીં કરવાના એવી સલાહ આપે.

ઘણા લોકોનું એવું માનવું છે કે લાગણીઓ આપણે કોઈને આપીએ એટલે એ આપણને દુખ આપે.

શું સાચેજ એવું હોય..!!??

ના, રે ના મારે મન આ બધી વાહિયાત વાતો છે. જેને આપણે લાગણી આપી એ દુખી કરેજ નહીં. હા, અપેક્ષા પૂરી ના થાય એ દુખ આપી શકે. Actually આપણે એવું માનીએ છીએ કે સામેનું વ્યક્તિ મારા જેવુંજ અદ્દલ વિચારવું જોઈએ. પણ જો થોડુક 19-20 થયું તો એવું માની લઈએ છીએ કે એણે મારી લાગણીઓ દુભાવી. અરે બધા અલગ છે એટલે થોડું એવું ચાલે.

અરે, ભલા માણસો એને કોઈ બીજું કામ નહીં હોય તમારી લાગણીઓ દુભાવવા શિવાય..!!?? સાચું કહું તો બધાજ પોતાનું ૧૦૦% આપતા હોય છે પણ આપણે એના ૧૦૦% ને આપણા ત્રાજવે મૂલવવા પ્રયત્ન કરીએ છીએ અને ત્યાંજ શરૂ થાય છે આ બધા વિચારો કે લાગણીઓ સાથે કોઈ રમી ગયું.

એટલે ૧૦૦ વાતની એક વાત આપણે જેના માથે પડયા હોઇએ એમને ખુશ રાખવાના અને એ ના રાખે તો..!? તો શું આપણે આપણા પ્રયત્નો તો ચાલુ રાખવાના. ચોકખો નિયમ છે આપેલું પાછું મળેજ ના કેમ મળે વળી...!?


*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111221192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now