એનાં વિચારોમાં જરા હું શું પડી ગયો,
આખી ગઝલ ત્યારે જ તો ઉત્તમ લખી ગયો.
હું જ્યારથી એને સમજતો થ્યોને ત્યારથી,
મારા જ પ્રત્યે પ્રેમ એનો બહુ વધી ગયો.
શું હોય સાચો પ્રેમ? દુનિયાને બતાવવા,
થઇ ગઇ એ રાધા,હું કિશન એનો બની ગયો.
મારી હવે એ જિંદગી થઇ ગઇ છે દોસ્તો,
એ જો ના હો સમજી જજો કે હું મરી ગયો.
મેં કાળજી લીધી હતી એની દરેક પળ,
તે કારણે એનાં હૃદયમાં હું વસી ગયો.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)